સોશિયલમીડિયા એક એવું પ્લેટફોર્મ છે. જ્યાં દરરોજ કઇંકના કઇંક વાયરલ થતું જ હોય છે અને ખાસ કરીને લગ્નને લગ્નને લગતા વીડિયો, ફોટો અને લગ્નની કંકોત્રી આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહે છે. ત્યારે આવામાં વધુ એક લગ્નની કંકોત્રી વાયરલ થઈ રહી છે. જેમાં એક યુવક એક જ દિવસે એક નહીં પરંતુ બે કન્યાઓ સાથે લગ્ન કરવાનો છે. આ કંકોત્રી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્તાની સાથે જ વાયરલ થવા લાગી છે.
વલસાડના આદિવાસી વિસ્તાર ગણાતા કપરાડામાં અનેક પુરુષોને એકથી વધુ પત્ની હોવાની વાત સામાન્ય છે. અનેક કિસ્સામાં એક જ ઘરમાં બે પત્નીઓ હળી મળીને પણ રહેતી હોવાના કિસ્સા જાવા મળી શકશે, પરંતુ એક સાથે બે મહિલા સાથે લગ્ન કરવાની ઘટના ભાગ્યે જ જાવા મળતી હોય છે. આવી જ એક ઘટના આગામી ૯ મી મેના રોજ બનવા જઇ રહી છે. એક યુવક બે મહિલા સાથે એક જ લગ્ન મંડપમાં લગ્નના મંગળફેરા ફરશે.
કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે ૯ મે ના રોજ યોજારના લગ્નની કંકોત્રી વાયરલ થઈ છે. હાલ આ લગ્નની ચર્ચા એટલા માટે છે, કંકોત્રીમાં એક વરની સામે બે કન્યાઓનું નામ લખવામાં આવ્યુ છે. એટલે કે, યુવક એક જ લગ્નમંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કરશે. પ્રકાશ ગાવિત નામના લગ્ન નાનાપોંઢાની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે થવાના છે.
બન્યુ એમ હતું કે, નાનાપોંઢારામાં રહેતો પ્રકાશ ગાવિત નામનો યુવક બે યુવતીઓ સાથે પ્રેમમાં હતો. છેલ્લા ૧૦થી વધુ વર્ષથી નયના અને કુસુમ સાથે તે પ્રેમમાં હતો. બંને યુવતીઓ લાંબા સમયથી પ્રકાશના ઘરે લિવ ઈનમાં રહેતી હતી. ત્રણેય પતિ-પત્નીની જેમ એક જ પરિવારમાં રહેતા હતા. ત્યારે આખરે ૯ મેના રોજ તેમના લગ્ન લેવાયા છે. પ્રકાશ એક જ મંડપમાં પ્રકાશના કુસુમ અને નયના બંને સાથે લગ્ન થશે.બે વર્ષ પહેલાં વાપીની કંપનીમાં કામ કરતાં યુવાનના દહાણુ-બોરડી ખાતે એક જ લગ્ન મંડપમાં વરરાજાએ બે કન્યાઓ સાથે લગ્ન કર્યા હતાં. ત્યારે પણ સોશિયલ મીડિયામાં લગ્ન પત્રિકા અને લગ્નના દિવસની તસ્વીરો સોશિયલ મિડિયામાં વાઇરલ થઇ હતી. ત્યારે ફરી નાનાપોંઢામાં એક જ લગ્ન મંડપમાં વરરાજા બે કન્યાઓ સાથે લગ્ન કરશે.
કપરાડા આદિવાસી સમાજના આગેવાન હરીશભાઇએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં લગ્ન કર્યા વિના જ પતિ-પત્ની તરીકે સાથે રહે છે. બા?ળક થયા બાદ લગ્ન કરાતાં હોય છે. સમુહ લગ્નમાં પણ બાળકોના માતા-પિતા લગ્ન કરતાં હોય છે. બાળકોને સાથે રાખીને સમુહ લગ્નમાં ફેરા લેતાં હોવાના અનેક કિસ્સાઓ અત્યારસુધી બની ચૂક્યા છે.