(એ.આર.એલ),વલસાડ,તા.૩
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે ઓરંગા નદીનો બ્રિજ બંધ કરાયો છે. ઓરંગા નદીનો બ્રિજ અવર જવર માટે બંધ કરાયો છે. બેરીકેટ મૂકી પોલીસના જવાનો તૈનાત કરાયા છે. ૪૦ ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ધરમપુરના કેળવણી ગામમાં નદી બે કાંઠે થઈ છે.
આભાર – નિહારીકા રવિયા લાવરી નદીના પાણી બે કાંઠે વહ્યાં છે. ભારે વરસાદથી કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. સ્થાનિકો જીવના જાખમે કોઝવે પસાર કરી રહ્યા છે. નદીનાળાની આસપાસ ન જવાની તંત્રની સૂચના છે. વલસાડના પાવર હાઉસ નજીક પાણી ભરાયા છે. બેચર રોડ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયાં છે. માનસી પેટ્રોલ પંપની અનેક ઘરોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે.ઔરંગા નદી સૌથી મોટી નદી છે અને આ નદી બે કાંઠે વહી રહી છે,અંબિકા નદીનું પાણી પણ ઔરંગા નદીને મળે છે માટે આ નદીમાં પાણીનો મોટી માત્રામાં જથ્થો હોય છે,હાલ વરસાદી માહોલ વચ્ચે આ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે,નદીને જાવા માટે આસપાસના સ્થાનિકો ઉમટી પડયા છે,તો ફાયર વિભાગ પણ લોકોને સાવચેત રહેવા સૂચના આપી રહ્યું છે.વલસાડના તમામ તાલુકાઓમાં મોડી રાત્રથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધરમપુર, કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી તમામ નદી-નાળાઓ તોફાની બન્યા છે. લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે. અસંખ્ય ગામો સંપર્ક વિહોણાં બન્યા છે. કોચરિયા અને વાંકાચને જાડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કોઝવે પર બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે. ધરમપુર અને કપરાડાના ૪૦થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે. જિલ્લામાં સતત વરસાદથી વહીવટી તંત્ર સજ્જ છે.
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે,ઔરંગા નદી બે કાંઠે વહેતા વહીવટી તંત્ર એલર્ટ મોરડ પર છે,સાથે સાથે વલસાડ શહેરના નીચવાળા વિસ્તારમાં ફાયર દ્રારા લોકોને એલર્ટ કરાઈ રહ્યાં છે.વલસાડ, પારડી, કશ્મીર નગર, તળિયાવાડ, ભાગડા ખુર્ડ ગામ સહિતના વિસ્તારોમાં સ્થાનિકોને એલર્ટ કરાયા છે.
ભારે વરસાદને લઈ નદીઓમાં નવા નીર આવ્યા છે સાથે સાથે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. કોઈ દુર્ઘટના ન બને તે માટે ફાયરની ટીમ સાધનો સાથે સજ્જ થઈ છે. વહવટી તંત્ર ખડેપગે ઊભુ રહ્યું છે.