બાળકો માટેની વેક્સીન હજુ સુધી આવી નથી. પરંતુ ત્રીજી લહેરમાં કોરોના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ ફરી એકવાર વલસાડની ત્રણ શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ૩ વિદ્યાર્થી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. પારડીની શાળામાં અન્ય ૫૦ બાળકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બાળકોનાં ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં ૩૨, સુરત  કોર્પોરેશન ૧૮, વડોદરા  કોર્પોરેશનમાં ૧૦, રાજકોટ કોર્પોરેશન ૭,  કચ્છ ૬, વલસાડ ૫, ખેડા ૩,  રાજકોટ ૩, ગાંધીનગર કોર્પોરેશનમાં ૨, જૂનાગઢ કોર્પોરેશનમાં ૨, નવસારી ૨,  સાબરકાંઠા ૨,  વડોદરા ૨, ભાવનગર કોર્પોરેશન ૧, ગીર સોમનાથ ૧, જામનગર કોર્પોરેશન ૧ અને સુરતમાં ૧ નવો કેસ નોંધાયો હતો.