સૌરાષ્ટ્રના જાફરાબાદના માછીમારો વલસાડ જિલ્લાના દરિયાકિનારે દાદાગીરીથી માછીમારી કરતા વલસાડ જિલ્લાના માછીમારોની આજીવિકા છીનવાઈ જતા આજે ૭૦૦થી વધુ બોટ દરિયા કિનારે બંધ રાખી વિરોધ પ્રદર્શન કરી એક દિવસની ૮૦થી ૯૦ લાખ રૂપિયા ખોટ ખાઈને માછીમારો પોતાની રોજી રોટી માટે સ્વયંભૂ જોડાઈ નારગોલના દરિયા કિનારે વિરોધ પ્રદર્શન કર્યું. જેમાં ૧૦થી વધુ ગામના ૩૦૦૦ જેટલા માછીમારો વિરોધમાં જાડાયા હતા.છેલ્લા ૧૨ વર્ષથી સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના માછીમારો વચ્ચે માછીમારીને લઈને ઘર્ષણ થતું આવ્યું છે.
આ સમગ્ર ઘટનાને લઈને મંત્રીઓ સુધી રજૂઆતો થઈ અને બે વાર સમાધાન પણ થયા છતાં દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લાના માછીમારોની આજીવિકાને લઈ કોઈ નિર્ણય ન નીકળતા આજે ૭૦૦થી વધુ બોટ વલસાડ જિલ્લાના દરિયા કિનારે લંગારી એક દિવસની માછીમારી બંધ કરી રૂપિયા ૮૦થી ૯૦ લાખની ખોટ ખાઈને ૧૦ જેટલા ગામના માછીમારો નાગોરના દરિયા કિનારે સ્વયંભૂ જોડાઈને વિરોધ પ્રદર્શન કરી પોતાના ધંધા રોજગાર માગ કરી છે. જાફરાબાદના માછીમારો વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના માછીમારો પોતાના વિસ્તારમાં માછીમારી કરે છે, ત્યાં આવીને ૧૦થી ૧૫ નોટિકલ માઈલ અંદર ઘુસીને આવીને લોકલ માછીમારોને નુકસાન પહોંચાડી અહીંના માછીમારોની માછીમારી પર રોક લગાવી તેઓની સાથે ઘર્ષણ કરી દાદાગીરીથી અહીંથી માછીમારી કરી જાય છે.
અહીંના માછીમારો લોકલ માછીમારી કરે છે બોમ્બેડક, તેમજ અન્ય મોટી માછલીઓ તેઓને રોજની મળે છે, ફિક્સ નેટ બાંધીને માછીમારી કરે છે, જેમાં અહીંના સ્થાનિક માછીમારોની નેટ તૂટી જતી હોય છે અને એક બોટ દીઠ બેથી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થતું હોય છે અને આવી તો ૭૦૦ જેટલી બોટો અહીં માછીમારી કરે છે, જેઓને દર મહિને લાખો રૂપિયાનું નુકસાન થાય છે.
વલસાડ જિલ્લાના દક્ષિણ ગુજરાતના માછીમારો વારંવાર સરકાર સુધી રજૂઆત કરતા કોઈ નિવેડો ન આવ્યો અને જાફરાબાદના માછીમારોની દાદાગીરી વધી જતા આજે સ્વયંભૂ ૭૦૦ જેટલી બોટો બંધ કરી માછીમારોએ ઉમરગામ અને નારગોલના દરિયાકિનારે વિરોધ પ્રદર્શન કર્યું હતું, આવનારા દિવસોમાં પણ જો આ સમગ્ર પ્રકરણને લઈ નીવડો ન આવે અને સમાધાન ન થાય તો માછીમારોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.