વાપીમાં શ્રમજીવી પરિવારની માત્ર ૬ વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં આરોપી ૪૨ વર્ષના રઝાક સુભાન ખાનને ગુનેગાર ઠેરવીને કોર્ટે આ ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. આ નિર્ણય પીડિત પરિવાર માટે ૧૮ મહિના પછી મળેલા ન્યાયની જીત છે, જેમાં પોલીસની ત્વરિત કાર્યવાહી અને કોર્ટની ઝડપી તપાસની કલમોની પ્રશંસા થઈ રહી છે.આ ઘટના ૨૩ ઓક્નીટોબર ૨૨૦૨૩ની છે, જ્યારે વાપીના શ્રમજીવી પરિવારની ૬ વર્ષની બાળકી બહાર રમવા ગઈ હતી અને આ વિસ્તારનો રહેવાસી આરોપી રઝાક સુભાન ખાને તેને ચોકલેટની લાલચ આપીને નજીકની ઝાડીમાં લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેના વિરોધને કારણે તેની હત્યા કરી દીધી હતી. આરોપીએ બાળકીનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ તેનું મૃતદેહ ઝાડીમાં જ છોડી દીધો હતો.પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોના નિવેદનો અને મેડિકલ રિપોર્ટથી આરોપી સુધી પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીને તુરંત ધરપકડ કરી, જે તે વખતે પોતાના કપડાં બદલીને ભાગવાનો પ્રયાસ કરતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી નજીક જ રહેતો હતો અને બાળકીને પહેલાંથી જ જાણતો હતો. કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા અને પીડિત બાળકીને ૧૭ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.