સરકાર કૃષિ ટેકનોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં ૨૦ લાખ કરોડનું રોકાણ કરી ૧૫ લાખ નોકરીઓના સર્જન સાથે કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક મુકામ હાંસલ કરશે જે માટે સરકાર પરિવર્તન પણ લાવવા માટે કમર કસી રહી છે. ખેતીની આવક બમણી કરવા સરકારે તખ્તો બનાવી લીધો છે. જે મુજબ વર્ષ ૨૦૩૦ સુધીમાં ખેતી ક્ષેત્રમાંથી સરકાર રૂ. ૬૦ લાખ કરોડની આવક કરાવે તેવા ઉજળા સંજાગો વર્તાઈ રહ્યા છે. સ્વતંત્રતા પછી આપણા દેશનાં ખેડૂતોએ તન-તોડ મહેનત કરીને ખેતીને આગળ વધારી છે. આજે દેશનો ખુબ મોટો હિસ્સો ખેતી તરફ રોકાયેલો છે. જેથી દેશમાં ખેતી ક્ષેત્રનું મહત્વ વધુ છે. પણ ભારતમાં હજુ જૂની પદ્ધતિથી થઈ રહેલી ખેતીને કારણે ખેડૂતો સમૃદ્ધ થયા નથી. આજે પણ કિસાનોની હાલત પહેલા જેવી જ છે. માટે ખેતીની આવક બમણી કરવા અને ખેતીને આધુનિક બનાવવા માટે સરકારે બીડું ઝડપ્યું છે.ભારત ૨૦૩૦ સુધીમાં કૃષિ ટેકનોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં ૨૦ લાખ કરોડના રોકાણ સાથે ૧૫ લાખ નોકરીઓનું સર્જન કરી શકે છે અને ૬૦ લાખ કરોડની આવક પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. જા આમ થશે તો તે દેશનો સૌથી મોટો ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ બની જશે.આ અંદાજ એસ્પાયર ઈમ્પેક્ટના કૃષિ અને ખાદ્ય ક્ષેત્ર પર જાહેર કરાયેલા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. આ મુજબ, દેશ અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર બની રહેવાની સાથે, કૃષિ તકનીક અને સંલગ્ન ક્ષેત્રોમાં રોકાણ ભારતીય કૃષિનો ચહેરો બદલી શકે છે અને ખાદ્ય સુરક્ષા અને ટકાઉ કૃષિ ઉકેલો માટે દૂરગામી અસરો પણ થશે.એસ્પાયર સર્કલ અને સર્જક-ઈમ્પેક્ટ ફ્યુચર પ્રોજેક્ટનાસ્થાપક અમિત ભાટિયાએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં, ભારતે કૃષિ ક્ષેત્રમાં લગભગ ૬૭૫૦૦ કરોડનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ આકર્ષ્યું છે. તેમણે કહ્યું હતું કે વર્તમાન દાયકાએ ભારતીય ઉદ્યોગ માટે આ ક્ષેત્રમાં અપાર સંભાવનાનો ઉપયોગ કરવાની અને તેને ટકાઉ અને ભવિષ્ય માટે તૈયાર કરવાની તકો લાવી છે.