કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજોબ અને અન્ય કેટલાક સ્થળોએ મોબ લિંચિંગની તાજેતરની ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં, મંગળવારે આરોપ લગાવ્યો હતો કે ૨૦૧૪ માં નરેન્દ્ર મોદી સરકારની રચના થઈ તે પહેલા ‘લિંચિંર્ગ શબ્દ સાંભળવામાં આવ્યો ન હતો. ‘થેન્ક યુ મોદી ર્જી હેશટેગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે ટ્‌વીટ કર્યું કે, ૨૦૧૪ પહેલા ‘લિંચિંર્ગ શબ્દ પણ સાંભળવામાં આવતો ન હતો.
પંજોબમાં ટોળા દ્વારા અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોનાં મોતને લઈને રાજકીય નિવેદન ચાલી રહ્યા છે, તે દરમિયાન કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનું લિંચિંગ અંગેનું ટ્‌વીટ સામે આવ્યું છે. તેમણે આમા કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, વર્ષ ૨૦૧૪ પહેલા (મોદી સરકાર આવી તે પહેલા) લિંચિંગ શબ્દ સાંભળવામાં આવતો નહોતો. આપને જણાવી દઈએ કે, પંજોબની બન્ને ઘટનાઓ પર મોટાભાગનાં રાજનેતાઓ ખુલીને બોલી રહ્યા નથી કારણ કે આ મામલાDishonesty સાથે જોડાયેલા છે. જો કે રાહુલ ગાંધી પહેલા પંજોબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, જે લોકો અપવિત્રતા ફેલાવે છે તેમને બધાની સામે ફાંસી આપવામાં આવે. ભાજપે તુરંત જ જવાબ આપ્યો.JP IT સેલનાં વડા અમિત માલવિયાએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો વીડિયો જોહેર કર્યો છે. અમિત માલવિયાએ રાજીવ ગાંધીને દેશમાં લિંચિંગનાં પિતા કહ્યા છે. વીડિયોમાં રાજીવ ગાંધી ઈન્દિર ગાંધીની હત્યા અને ત્યારબાદ થયેલા શીખ રમખાણોનો ઉલ્લેખ કરી રહ્યા છે. રાજીવ ગાંધી કહે છે કે જ્યારે પણ મોટું વૃક્ષ પડે છે ત્યારે ધરતી હલી જોય છે.
બીજેપી આઈટી સેલનાં વડા અમિત માલવિયાએ વીડિયો જોહેર કર્યો અને લખ્યું, ‘મોબ લિંચિંગનાં પિતા રાજીવ ગાંધીને મળો, શીખોનાં લોહીથી લથબથ નરસંહારને યોગ્ય ઠેરવતા. કોંગ્રેસ રસ્તા પર ઉતરી, ખૂન કા બદલા ખૂન સે લેગે જેવા સૂત્રોચ્ચાર કર્યા, મહિલાઓ પર દુષ્કર્મ કર્યો, શીખ પુરુષોનાં ગળામાં સળગતા ટાયર લપેટી, નાળાઓમાં ફેંકી દેવાયેલા બળેલા મૃતદેહો પર કૂતરાઓને લઈ જવામાં આવ્યા.ર્ રાહુલ ગાંધીનાં લિંચિંગ નિવેદન પર સોશિયલ મીડિયામાં જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે. યુઝર્સ યાદ અપાવી રહ્યા છે કે મહેશ ભટ્ટે ૨૦૦૯માં લિંચિંગ પર કેવી રીતે ટ્‌વીટ કર્યું હતું. વળી, મોટાભાગનાં લોકો યાદ અપાવી રહ્યા છે કે ૧૯૮૪માં શીખો સાથે જે થયું તે પણ લિંચિંગ જ હતું.