દુબઈમાં ‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’ ૨૦૨૪માં યોજાવા જઈ રહી છે. આ ઈવેન્ટમાં દુનિયાની તમામ મોટી હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાથે તુર્કીના પીએમ અને કતારના શેખ મોહમ્મદ બિન હમદ અલ તાહિનીનું નામ સામેલ છે. આ ઈવેન્ટ ૧૪મી ફેબ્રુઆરીના રોજ દુબઈમાં થવા જઈ રહી છે.
વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સ્પીચ પણ છે. આ સ્પીચ લગભગ ૧૫ મિનિટનું હશે. આ ખાસ અવસર પર શાહરૂખ મેકિંગ ઓફ અ સ્ટારની થીમ પર બોલવાનો છે. આ ચર્ચાને ‘ધ મેકિંગ ઓફ અ સ્ટારઃ અ કન્વર્સેશન વિથ શાહરૂખ ખાન’ નામ આપવામાં આવ્યું છે. આમાં શાહરૂખ ખાન તેના સ્ટારડમ અને લાઈફ જર્ની સફર વિશે વાત કરશે. નરેન્દ્ર મોદી પણ આ સમિટને એડ્રેસ કરશે.
શાહરૂખ માટે વર્ષ ૨૦૨૩ શાનદાર વર્ષ હતું. ગયા વર્ષે તેને ‘પઠાણ’, ‘જવાન’ અને ‘ડંકી’ જેવી બેસ્ટ ફિલ્મો આપી. શાહરૂખની ‘પઠાણ’ અને ‘જવાન’એ બોક્સ ઓફિસ પર જારદાર કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આ શાનદાર ફિલ્મો બાદ શાહરૂખ ખાનના ફેન્સ તેની અપકમિંગ ફિલ્મની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. પરંતુ શાહરૂખે હજુ સુધી તેની અપકમિંગ ફિલ્મ વિશે કોઈ માહિતી શેર કરી નથી.
આ સમાચારો વચ્ચે શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટને લઈને એક મોટી જાણકારી સામે આવી છે. રેડ ચિલીઝના સીઓઓ ગૌરવ વર્માએ કંપની છોડી દીધી છે. ગૌરવ વર્મા છેલ્લા ૯ વર્ષથી રેડ ચિલીઝ સાથે કામ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ ગૌરવ વર્મા કંઈક નવું કરવા માંગતા હતા. આ કારણોસર તેને કંપની છોડવાનો નિર્ણય લીધો છે. રેડ ચિલીઝે એક પોસ્ટ શેર કરીને આ જાણકારી શેર કરી અને તેને (ગૌરવ વર્મા)ને તેના ભવિષ્ય જીવન માટે શુભેચ્છા પાઠવી.