કાશી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા વારાણસી પહોંચેલા બીજેપી સાંસદ રવિ કિશનએ પરિવાર સાથે કાશી વિશ્વનાથમાં દર્શન કર્યા. પૂજા બાદ મીડિયાને સંબોધતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભવ્ય કાશી વિશ્વનાથ ધામ માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કાશી ફિલ્મ ફેસ્ટિવલના આયોજનને પણ પ્રશંસનીય પગલું ગણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સાંસદ રવિ કિશને પોતાની જ પાર્ટીના સાંસદ વરુણ ગાંધીને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે તેઓ પાર્ટી વિરુદ્ધ બયાનબાજી બંધ કરે અને ટ્‌વીટરની નેતાગીરી છોડીને વિસ્તારમાં કામ કરે. બીજેપી સાંસદ વરુણ ગાંધીએ ટિવટ કરીને યોગી સરકારના નાઇટ કર્ફ્‌યુ લગાવવાના આદેશની ટીકા કરી હતી. તેમણે લખ્યું કે રાત્રે કર્ફ્‌યુ લાદવો અને દિવસ દરમિયાન લાખો લોકોને રેલીમાં બોલાવવા – આ સામાન્ય માણસની સમજની બહાર છે. ઉત્તર પ્રદેશની મર્યાદિત આરોગ્યસંભાળ પ્રણાલીઓને જાતાં, આપણે પ્રામાણિકપણે નક્કી કરવું પડશે કે શું અમારી પ્રાથમિકતા ભયાનક ઓમિક્રોનના ફેલાવાને રોકવાની છે કે ચૂંટણી શક્તિનું પ્રદર્શન. વરુણ ગાંધીના આ નિવેદન પર બીજેપી સાંસદ રવિ કિશને કહ્યું કે તેમણે પોતાની જ પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજી બંધ કરવી જાઈએ. લાઈક્સ માટે ટિવટરનું નેતૃત્વ છોડીને વરુણ ગાંધીએ તેમના ક્ષેત્રમાં જવું જાઈએ. જ્યારે રવિ કિશનને પૂછવામાં આવ્યું કે શું બ્રાહ્મણો ભાજપથી નારાજ છે તો તેમણે કહ્યું કે ભાજપ ધર્મનું રક્ષણ કરે છે, તેથી પાર્ટીને બ્રાહ્મણોનું સમર્થન છે. કહ્યું કે બ્રાહ્મણ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે, રાષ્ટ્ર અને ત્રીરંગા સાથે પણ બ્રાહ્મણ રહ્યો છે. જે બ્રાહ્મણ ધર્મની રક્ષા કરશે તે તેમની સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટી પણ તે જ કરી રહી છે. કાનપુરમાં પાન મસાલાના વેપારીના ઘરેથી કરોડોની રોકડ મળવા પર રવિ કિશને સપા અને અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે તેમના સમાજવાદી પરફ્યુમની ગંધ આવે છે, દિવાલોમાંથી પૈસા નીકળી રહ્યા છે.