વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતૂ કપૂર, મનિષ પાલ અને પ્રાજક્તા કાલી સ્ટારર ફિલ્મ ત્નેખ્ત ત્નેખ્તખ્ત ત્નીઅર્ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. અત્યારે આ ફેમિલી ડ્રામા ફિલ્મની આખી કાસ્ટ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેઓ વિવિધ રિયાલિટી શામાં તેમજ કાર્યક્રમોમાં ફિલ્મને પ્રમોટ કરવા માટે જઈ રહ્યા છે. મંગળવારના રોજ પ્રમોશન ઈવેન્ટમાં સમયસર પહોંચવા માટે ફિલ્મના સ્ટાર્સ વરુણ ધવન, કિયારા અડવાણી અને અનિલ કપૂરે પોતાની ગાડીઓ મૂકીને મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરી હતી. કાસ્ટને મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરવાની ખૂબ મજો આવી હતી. તેમના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ આ તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે કાસ્ટ તરફથી એક એવી ભૂલ કરવામાં આવી જેના કારણે લોકો રોષે પણ ભરાયા છે. ઉલ્લેખનીય છે કે વરુણ અને કિયારાએ મુંબઈ મેટ્રોમાં વડાપાવ ખાધો હતો. લોકો આ કારણોસર લોકોએ તેમને આડે હાથ લીધા હતા. મુંબઈ મેટ્રોના નિયમો અનુસાર, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમે કોઈ પણ પ્રકારના ખોરાકનું સેવન નથી કરી શકતા. આ વીડિયો જોઈને એક યુઝરે લખ્યું કે, મેટ્રોમાં જમવાની પરમિશન છે? અન્ય એક યુઝરે લખ્યું કે, વાહ, આ લોકો માટે વીઆઈપી ટ્રીટમેન્ટ છે. સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ નિયમનો ભંગ કરવા બદલ સ્ટારકાસ્ટની ટીકા કરી હતી. હજી સુધી વરુણ અને કિયારાએ આ બાબતે કોઈ ટિપ્પણી નથી કરી. તમને જણાવી દઈએ કે, વરુણ ધવનને મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરવાની મજો આવી હતી. તેણે એક વીડિયોમાં કહ્યુ હતું કે, ટ્રેન ઘણી સારી છે અને સારી રીતે મેઈન્ટેન પણ કરવામાં આવી છે. ટ્રાફિકથી બચવું હોય તો આ બેસ્ટ વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે, જુગ જુગ જિયો ફિલ્મને ગુડ ન્યુઝ ફિલ્મના ડાઈરેક્ટર રાજ મહેતાએ જ ડાઈરેક્ટ કરી છે. ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મમાં ફેન્સને ફેમિલી રિયૂનિયન, રોમાન્સ, પ્રેમ અને ડ્રામા જોવા મળશે. ફિલ્મ દેશભરમાં ૨૪ જૂન, ૨૦૨૨ના રોજ રીલિઝ થવાની છે. ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી, નીતૂ કપૂર અને અનિલ કપૂર સિવાય મનીષ પાલ અને પ્રાજક્તા કોહલી પણ જોવા મળશે.