ગુજરાતમાં ચોમાસું બેઠું તેને હજુ એક મહિનો થયો છે. ત્યારે રાજ્યમાં સીઝનનો ૮૦ ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. સૌરાષ્ટિ અને કચ્છમાં તો વરસાદ સીઝનની સરેરાશને પણ વટાવી ગયો છે. સૌરાષ્ટિ અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ યથાવત્ છે. આ બંને ક્ષેત્ર ઉપરાંત ઉત્તર ગુજરાત માટે હજુ બે દિવસ ભારે છે. ગુજરાતમાં સિઝનનો વરસ્યો ૭૮ ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે જાઈએ તો કચ્છમાં ૧૨૪ ટકા તો જિલ્લાવારમાં જૂનાગઢમાં ખાબક્યો ૧૪૩ ટકા વરસાદ ખાબક્યો છે. જાકે, ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ છે. આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસું પહેલાથી જ આવી ચઢેલા બિપોરજાય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. ત્યારે સરકારી આંકડા અનુસાર, રાજ્યમાં ચાલુ સીઝનમાં વરસાદ સહિતની કુદરતી આફતમાં કુલ ૧૩૦ લોકોના જીવ ગયા છે.
ગુજરાતમાં વાવાઝોડાથી શરૂ થયેલુ વરસાદી તાંડવ હવે અટકવાનુ નામ નથી લઈ રહ્યું. આ વર્ષે વરસાદ આફત બનીને આવ્યો છે. જેમાં ગુજરાતમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળ પડવાની ઘટનાઓ, તથા પૂરને કારણે છેલ્લા ૩ મહિનામં ૧૩૦ જેટલા લોકોના મોત નિપજ્યા છે. તો ૨૧૧ લોકો ઘાયલ થયા છે. માત્ર વીજળી પડવાને કારણે જ ૩૮ લોકોના મોત નિપજ્યા છે. જેથી ગુજરાતમાં વીજળી પડવાની ઘટનાઓ પણ ઘાતક બની રહી છે.
વરસાદ, વાવાઝોડું, પૂર જેવી આફતોનો સામનો ગુજરાત છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યું છે. ૧ એપ્રિલ, ૨૦૨૩ થી લઈને ૨૨ જુલાઈ સુધીના રિપોર્ટ પર નજર કરીએ તો, ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છએ. ગુજરાતમાં કુલ ૩૪૬ મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે. તો ૧૯,૬૭૯ મકાનોને આંશિક નુકસાની વેઠવી પડી છે.
સૌથી વધુ ખરાબ હાલત પશુઓના છે. કુદરતી આફતમાં ગુજરાતમાં કુલ ૪૩૭૫ પશુઓના મોત નિપજ્યા છે. તો સામે ૧.૧૭ લાખ ઈલેક્ટ્રીક થાંભલઓને નુકસાની થઈ છે. ખાસ કરીને, સૌરાષ્ટÙ-કચ્છમાં મોટા પાયે નુકસાની જાવામળી છે.