ગુજરાત પાસે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. ૧૧થી ૧૫ મે સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે. આમ આ ચાર દિવસ રાજ્યમાં પ્રી-મોનસૂન એÂક્ટવિટી જાવા મળશે. ૧૧મીએ નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ૧૪મીએ સૌરાષ્ટÙમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૪મીએ સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે ૧૫મીએ તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આગાહી કરવામાં આવી છે.
આમ ગુજરાતમાં આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જાવા મળશે. આ અસરના લીધે ૧૧થી ૧૩ મે દરમિયાન માવઠુ પણ પડશે. વલસાડ, દીવદમણમાં હળવા વરસાદની આગાહી છે. દાદરા-નગર હવેલીમાં વરસાદી ઝાપટું પડવાનું પૂર્વાનુમાન છે. આ ઉપરાંત ગરમીમાં પણ આંશિક રાહત મળશે. ગરમીનું પ્રમાણ ૩ ડિગ્રી સુધી ઘટવાનું અનુમાન છે.