ગત સોમવારે સાંજના સમયે અમરેલી જિલ્લામાં ઉનાળે અષાઢ જેવો માહોલ સર્જાયો હતો, અમરેલી જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ હતી તે અનુસંધાને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો હોવાથી ઉનાળુ પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે તો ખેડૂતોને ઉનાળુ પાક તલ, મગ, ઉનાળુ બાજરો, કેરી સહિત બાગાયતી પાકમાં ભારે પવન સાથે વરસાદ હોવાથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે તો વહેલી તકે સર્વે કરી અમરેલી જિલ્લાના નુકસાનીગ્રસ્ત ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.