અમરેલીના વરસડા ગામે પેટ્રોલપંપ પાસેથી પોલીસે કતલખાને લઈ જવાતી ભેંસોને બચાવી રૂ. ૭.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અકિલભાઇ હનીફભાઇ કુરેશી ટ્રકમાં ૯ ભેંસ ભરી કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર, ખીચોખીચ રીતે બાંધી, ગોંધી રાખી કોઇ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તથા કોઈ કાગળો – પાસ પરમીટ વગર ભરીને કતલખાને લઈ જતા ઝડપાયા હતા. પોલીસે ભેંસો જીવ નંગ ૯ કુલ કિં.રૂ.૩,૧૫,૦૦૦ તેમજ ટ્રકની કિં.રૂ.૪,૦૦,૦૦૦ ગણીકુલ કિ.રૂ.૭,૧૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે. ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.









































