અમરેલીના વરસડા ગામની સીમમાં દાહોદ જિલ્લાનો એક પરિવાર મજૂરી અર્થે આવ્યો હતો. વાડી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર પુત્રીને તેનો જ જીજાજી ગંદુ કામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ દાહોદના ધાનપુર તાલુકાના ગાહેલવાઘા પટેલ ફળીયુંમાં રહેતા અર્જુન મનુભાઈ મોહનીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી જમાઈ પોતે પરણીત હોવા છતાં તેમની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી ગંદુ કામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓ.કે. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.