સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ(જનરલ) માટે દસ દિવસનો સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૦૦ યુવક-યુવતીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. જેમાં જોડાવા ઈચ્છતા જિલ્લાનાં યુવક-યુવતીઓની ઉંમર તા.૩૧/૧૨/૨૧નાં રોજ ૧૪ થી ૩૫ વર્ષની હોય તેમણે સાદા કાગળ ઉપર પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ સહિત જરૂરી વિગતો ભરી તા.૩૦/૧૧/૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નં. ૨૧૭ , મુ. રાજપીપળા જિ. નર્મદાને મોકલી આપવા જણાવાયું છે.