કોડીનારના લાડી લોહાણા સિંધી સમાજ દ્વારા પંચાયત પ્રમુખ, યુવા મંડળ પ્રમુખ અને મહિલા મંડળ પ્રમુખ – આ ત્રણેય પદો માટે એક જ જગ્યાએ અને એકસાથે ચૂંટણી યોજવામાં આવી હતી. ‘નારી તું નારાયણી’માં માનતા સિંધી સમાજે સૌપ્રથમ મહિલા મંડળની ચૂંટણી યોજી હતી. જેમાં તમામ મહિલાઓએ હાલના પ્રમુખ શ્રીમતી કોકિલાબેન ટેવાણીને જ સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ તરીકે પસંદ કર્યા હતા. ત્યારબાદ યુવા મંડળની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. યુવાનો અને સમાજના આગેવાનોએ હાલના પ્રમુખ અજયભાઈ ધાનાણીને ફરીથી પદભાર સોંપવાનું નક્કી કર્યું હતું. સર્વે સભ્યોએ હાલના પ્રમુખ ગુરુમુખદાસ વાધવાણીને જ ફરીથી પસંદ કર્યા.