પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના ‘વન-ડે, વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે અમરેલી જિલ્લા ભાજપની મહત્વની બેઠક જિલ્લા ભાજપ કાર્યાલયે કૌશિકભાઇ વેકરીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. આગામી દિવસોમાં શહેર ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાની મુલાકાતે આવવાના હોય ત્યારે આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે દરેક વિભાગની અલગ અલગ જવાબદારી ભાજપના વિવિધ આગેવાનોને સોંપવામાં આવી છે. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, રાજેશ કાબરીયા, ભૂપેન્દ્રભાઇ બસીયા, ધર્મેન્દ્રગીરી ગોસાઇ, કેવલભાઇ મહેતા, વિજયદાન ગઢવી, ડો. દેવકુભાઇ વાળા, સંજયભાઇ ભેંસાણીયા, પીયુષભાઇ શુકલ, કેતનભાઇ ઢાંકેચા, લાલભાઇ ચુડાસમા, જિગ્નેશભાઇ પટેલ, મેહુલભાઇ ધોરાજીયા, કમલેશભાઈ સોલંકી, ઋજુલભાઇ ગોંડલીયા, મનીષભાઇ ડોબરીયા, મુકુંદભાઇ મહેતા, અરૂણભાઇ પટેલ, મહેન્દ્રભાઇ ચાવડા, કલ્પેશભાઇ મેતલીયા, બોરીસાગરભાઇ વગેરે ભાજપ આગેવાનો અને કાર્યકરો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.