પાકિસ્તાને ઘરઆંગણે વેસ્ટ ઈન્ડીઝ સામે ચાલી રહેલી વનડે શ્રેણી ૩-૦થી કબજે કરી લીધી છે. શ્રેણીની છેલ્લી મેચ ૧૨ જૂને મુલતાનમાં રમાઈ હતી, જ્યાં પાકિસ્તાન ડી એલ પદ્ધતિથી જીત મેળવી હતી આ મેચમાં એક અડચણ પણ આવી હતી, કારણ કે જ્યારે બંને ટીમો મેદાનમાં હતી ત્યારે તે સમયે જારદાર તોફાન આવ્યું હતું. ખેલાડીઓએ પોતાને બચાવવા માટે મજબૂરીમાં માસ્ક અને ગોગલ્સ પહેરવા પડ્યા હતા. મુલતાનમાં વાવાઝોડાને કારણે ગ્રાઉન્ડમાં વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ હતી, આ સ્થિતિમાં મેચ પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.
આ મેચની વાત કરીએ તો પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૨૬૯ રન બનાવ્યા હતા. આ મેચમાં પાકિસ્તાન તરફથી ઈમામ-ઉલ-હકે શાનદાર ૬૨ રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન બાબર આઝમ લાંબા સમય બાદ પણ સ્કોર કરી શક્યો નહોતો. બાબર આઝમે માત્ર ૧ રન બનાવ્યો હતો.
પાકિસ્તાને આ શ્રેણી ૩-૦થી જીતી લીધી છે. માત્ર ત્રણ વનડે રમવા આવેલી વેસ્ટ ઈન્ડીઝની ટીમને અહીં ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન માટે આ શ્રેણીમાં કેપ્ટન બાબર આઝમે સૌથી વધુ રન બનાવ્યા જેમાં એક સદી અને એક અડધી સદી પણ સામેલ છે.