ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા વન્યપ્રાણીની સુરક્ષાને ધ્યાને લઇને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ, પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને સાથે રાખીને ગીર સોમનાથ-જૂનાગઢ જિલ્લાના જંગલ સરહદી વિસ્તારોમાં ખુલ્લા કૂવા, ઇલેકટ્રીક તાર ફેન્સીંગ, રહેઠાણોની જગ્યા સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જેમાં ખેતર, વાડી, ફાર્મહાઉસો, વાડી વિસ્તારમાં ઈલેકટ્રીક તાર, ફેન્સીંગ તેમજ ખૂલ્લા કૂવાઓ, બહારના રાજય/જિલ્લાના મજૂરોના પડાવો/દંગાઓ, રહેઠાણો ચેક કરવામાં આવ્યાં હતાં.