જાફરાબાદ તાલુકાના વઢેરાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોસ્ટકાર્ડ ઝુંબેશ યોજી હતી. પોસ્ટ ઓફિસ-જાફરાબાદના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝુંબેશ યોજાઇ હતી.
જેમાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ‘સ્વાતંત્ર સંગ્રામના અનસંગ હિરોઝ’ અને ‘ર૦૪૭માં ભારત માટેનું મારૂ વિઝન’ વિષય પર પોસ્ટકાર્ડ લખીને મોકલ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષક મનુભાઇ રાઠોડ, આનંદીબેન પરમાર, અંકિતાબેન જાદવ તેમજ પ્રિયાબેન ડોડીયાએ જહેમત ઉઠાવી હતી.