રાજુલાના વડ ગામે એક ચોંકાવનારી ઘટના બની છે. એક ખેડૂતે તેની વાડીના શેઢા પાસે માટી કાઢવાની ના પાડતાં જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે છતડીયા ગામે રહેતા અનકભાઈ મેરામભાઈ ધાખડા (ઉ.વ.૪૦)એ વડ ગામના વાસુરભાઈ ડોસલભાઈ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ વડ ગામે આવેલી તેમની વાડીએ ખેતીકામ કરતા હતા ત્યારે આરોપી વાડીના શેઢા પાસે માટી કાઢવા આવ્યો હતો. જેથી તેમણે આરોપીને માટી કાઢવાની ના પાડતા સારું નહોતું લાગ્યું અને ગાળો આપી લોખંડની પાઇપ વડે મુંઢ ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.જી.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.