રાજુલાના વડ ગામના પાટીયા પાસેથી ત્રણ જિલ્લામાંથી હદપાર કરાયેલો ઇસમ ઝડપાયો હતો. જાફારાબાદના લોઠપુર ગામના મનુભાઈ ઉર્ફે મનોજ ઉર્ફે મનો નાથાભાઈ મકવાણાને ત્રણ મહિના માટે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાંથી કોર્ટે હદપાર કર્યો હતો. તેમ છતાં કોઇપણ પૂર્વ મંજૂરી વગર હદપારી હુકમનો ભંગ કરતાં મળી આવ્યો હતો.