વડોદરા શહેરમાંથી પોલીસે માહિતીને આધારે દારૂના જથ્થા સાથે ૫૧.૯૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે ચાર ફરાર આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને માહિતી મળી હતી કે વડોદરા શહેરના કાપુરાય ક્રોસ રોડ વેસ્ટરીયા હાઈટ્સ બિલ્ડીંગ પાસેથી વાહનમાં દારૂનો જથ્થો લઈ જવાનો છે.
આ માહિતીને આધારે પોલીસે આ વાહનમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે તપાસ કરતા અંદરથી રૂ.૪૪,૯૩,૩૧૨ ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ તથા વાહન વગેરે મળીને કુલ રૂ. ૫૧,૯૩,૩૧૨ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ચાર ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ કાપુરાય પોલીસ સ્ટેશન ચલાવે છે.










































