હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે પાણીજન્ય રોગોમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીપુરીના વેચાણ પર ૧૦ દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને સૂચના આપી છે કે જા શહેરમાં પાણીપુરીનું વેચાણ કરવામાં આવશે તો તેમની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે જે સ્થળો પર પાણીપુરીનું વેચાણ થઇ રહ્યું હતું ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારબાદ આજે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ અગાઉ ૨૦૧૮માં પણ વીએમસી દ્વારા આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય બાદ રાજ્યના મોટા શહેરોમાં પણ પ્રતિબંધ લાગી શકે છે. એવી ચર્ચાઓએ જાર પકડ્યું.
વિશ્વ આરોગ્ય સંસ્થાનાં જણાવ્યા મુજબ, ૮૦ ટકા રોગો પાણીજન્ય હોય છે. વિવિધ દેશોમાં પીવાનું પાણી ઉૐર્ંનાં ધારાધોરણોને અનુસરતું નથી. ૩.૧ ટકા મૃત્યુ ગંદા અને નબળી ગુણવત્તા ધરાવતાં પાણીને કારણે થાય છે. ભારતમાં વર્ષે એક લાખથી વધારે લોકોનું મૃત્યુ પાણીજન્ય રોગોને કારણે થાય છે. વર્લ્ડ રિસોર્સીસ રિપોર્ટ જણાવે છે કે, ભારતનાં પાણીનાં પુરવઠાનો આશરે ૭૦ ટકા હિસ્સો ગટરનાં પ્રદૂષકો સાથે અતિ પ્રદૂષિત છે. સંયુક્ત રાષ્ટિનાં રિપોર્ટ મુજબ, ભારતનાં પાણીની ગુણવત્તા નબળી છે – પોતાનાં નાગરિકોને ઉપલબ્ધ પાણીની ગુણવત્તાની દ્રષ્ટિએ દુનિયાનાં ૧૨૨ દેશોમાં ભારતનું સ્થાન ૧૨૦મું છે.