વડોદરામાં પ્રેરણા દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે જેમાં યુવતી ઉપર દુષ્કર્મ ન થયું હોવાનું એફએસએલ રિપોર્ટમાં તારણ સામે આવ્યું ગાંધીનગર એફએસએલ દ્વારા રેલવે પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે મહત્વનું છે કે સાંયોગિક મેડિકલ પુરાવા, ઓરલ પુરાવાના આધારે પોલીસે ગેંગરેપનો કેસ દાખ કર્યો છે. મહત્વનું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતીના શરીર ઉપર ઈજોના નિશાન પણ મળી આવ્યા હતા, એટલું જ નહીં મૃતક યુવતીએ પોતાની ડાયરીમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની પણ નોંધ કરી હતી. ત્યારે હવે એફએસએલ રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ સામે આવ્યું છે.
વડોદરામાં ‘પ્રેરણા’ સાથે સામૂહિક દુષ્કર્મ મામલે હજુ પણ પોલીસના હાથ ખાલી છે. ઘટનાના એક મહિના કરતા વધુ સમ થઈ ગયો હોવા છતા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ‘પ્રેરણા’ની હત્યા થઈ હોવાના અેંગલ પર નક્કર તપાસ થઇ રહી નથી. દુષ્કર્મની ઘટના બાદ ટ્રેનમાંથી ‘પ્રેરણા’નો મૃતદેહ મળ્યો હતો અને તેનો વીડિયો સામે આવ્યો હતો. ‘પ્રેરણા’ના વીડિયો પરથી હત્યા થઇ હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. યુવતીની માતાએ પણ માતાએ કહ્યું કે, કોઈ નાનો છોકરો પણ જોઈ કહી દેશે કે આ આપઘાત નથી. હું અંતિમ શ્વાસ સુધી આપઘાતની થિયરી નહી સ્વીકારુ. મારી દિકરી જીવન જીવવાની કલાની પુસ્તકો વાંચતી હતી. મારી દિકરી કદી આપઘાત ન કરી શકે. મારી દિકરીની હત્યા કરીને તેને લટકાવવામાં આવી છે. પોલીસ જીણવટ ભરી તપાસ કરીને ન્યાય આપે. વલસાડ પોલીસ માત્ર આપઘાતની દિશામાં હાથપગ મારી રહી છે. સમગ્ર કેસમાં હજુ પણ પોલીસ કોઇ નિષ્કર્ષ પર પહોંચી નથી.