છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના કેસમાં વધારો નોધાઈ રહ્યો છે. જેમાં વડોદરા ખાતે ફરી એકવાર કોરોના માથું ઊંચકી રહ્યો છે. વડોદરા ખાતે કોરોના કેસમાં વધારો નોધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર વડોદરા ખાતે છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ નવા દર્દીઓ નોધાયા છે. જ્યારે ૮ દર્દીઓ આૅક્સીજન સપોર્ટ ઉપર છે. જ્યારે જીલ્લામાં ૧૮૨ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જીલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની કુલ સંખ્યા ૧૧૧ થઇ છે. જેમાં પણ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. ગોત્રી, જેતલપુર, અકોટા, સમા સહિતના વિસ્તારમાં કોરોના કેસમાં મોટો ઉછાળ જોવા મળ્યો છે. રણુ, સેજોકુવા, છાણી, ઊંડેરામાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવતાં તંત્ર ચિંતિત બન્યું છે. જિલ્લાભરમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે મોટો ઉછાળ જોવા મળ્યો છે.
સાથે રાજ્યમાં પણ સતત કોરોના કેસનો ગ્રાફ વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૪ નવા કેસ સામે આવ્યા છે જ્યારે એક્ટિવ કેસનો આંક ૭૦૦ ને પાર થઇ ગયો છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંક ૧૫૦ ને પાર થયો હોય તેવું ૧ માર્ચ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા ૧૧ દિવસમાં જ રાજ્યમાંથી કુલ ૯૧૦ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.જેમાં ૫૦ ટકા કેસ માત્ર અમદાવાદએ વડોદરા ખાતે નોધાઈ રહ્યા છે. જે ખરેખ ચિંતા ઉપજોવે તેવી બાબત છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કુલ ૫૮ દર્દી કોરોનાથી સાજો થયા છે. અત્યારસુધી રાજ્યમાં કુલ ૧૨,૧૪,૪૬૩ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજો થવાનો દર ઘટીને ૯૯.૦૫ ટકા છે. શનિવારે કુલ ૪૩૧૩૩ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે ૧૧.૦૫ કરોડ છે. આ પૈકી ૩૬.૦૧ લાખ દ્વારા પ્રીકોશન ડોઝ લેવા