વડોદરામાં વેપારીનો પુત્ર ગુમ થયાની ફરિયાદ કરવામાં આવી હતી, તપાસમાં સામે આવ્યું છે કે અંજલ નામના વેપારીના દીકરાએ મોતને ગળે લગાવવા જઈ રહ્યો હોય તેમ ચિઠ્ઠી લખી તેના ભાઈને પરિવાર સાચવવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
વડોદરાનાં જરોદ ગામમાં અંજલે ગુમ થયા પહેલા એક ચિઠ્ઠી મૂકીને જતો રહ્યો હતો. તેમજ ભાઈને માતાપિતાનું ધ્યાન રાખવાનું કહેતા પરિવારમાં આભ તૂટી પડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેને ચિઠ્ઠીમાં લખ્યું છે કે હું મારરી મરજીથી મોતને ભેટવા જઉં છું. હું કોઈના દબાણમાં આવી કામ કરતો નથી. હું તમને આજીજી કરૂં છું કે મારા ગયા બાદ કોઈને હેરાન કરતા નહીં. મોતનું કારણ શોધવાની પણ તકલીફ ન લેતાં. મારાથી ભૂલ થઈ હોય તો માફ કરજા. હું અંગત કારણોના કારણે મરવા જઉ છું. અંજલે તેના નાના ભાઈને તેના માતાપિતાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું.