(એ.આર.એલ),વડોદરા,તા.૬
વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કેર યથાવત જાવા મળી રહ્યો છે. વડોદરામાં વધુ બે બાળકોના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયા છે. સયાજી હોસ્પટલમાં બંને બાળકો સારવાર લઈ રહ્યા હતા. જા કે બંને મૃતક બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ હજુ પેન્ડંગ છે.
પંચમહાલના ઘોઘંબાના બે વર્ષીય બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયુ છે. પંચમહાલના કોટાલી ગામના દસ વર્ષીય બાળકીનું મોત થયુ છે. સયાજી હોસ્પટલમાં અત્યાર સુધી કુલ ૨૧ બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ એક બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત છે.હાલ સયાજી હોસ્પટલમાં નવ બાળકો સારવાર હેઠળ છે.આ વાઇરસની અસરમાં સૌથી પહેલા તાવ આવે છે. આ પછી શરીરમાં ફ્લૂ જેવા લક્ષણો દેખાવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં મગજમાં સોજા આવી શકે છે. જેના કારણે સોજા આવે છે અને જે જીવલેણ બની શકે છે. આ વાયરસ મચ્છરો અને જંતુઓના કારણે ફેલાય છે. વરસાદની મોસમમાં આ તાવ ફેલાવાનું જાખમ વધારે છે. તમારી આસપાસ સફાઈ રાખો, પાણીને ભરાવા ન દો, મચ્છરો અને વરસાદી કીડાથી અને માખીઓથી બચીને રહો, ફુલ સ્લીવના કપડાંપહેરવા જાઇએ.