શહેરમાં જોડિયા ભાઈઓએ આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. જેમાં એક ભાઈનું મોત થયું છે, જ્યારે બીજોની જો ગંભીર બતાવવામાં આવી રહી છે. વડોદરાના જોડિયા ભાઈઓએ સ્ટડી રૂમમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ છે.
ણવા મળી રહ્યું છે કે બન્ને જોડિયા ભાઈઓ ધોરણ ૧૨ સાયન્સમાં ભણતા હતા અને આગામી બે દિવસ બાદ બન્ને ભાઈઓની પરીક્ષા હતી. પોલીસની પ્રાથમિક રિપોર્ટ અનુસાર પરીક્ષાના ડરથી આપઘાત કર્યો હોવાનું જોણવા મળી રહ્યું છે. આ ઘટનામાં લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલ શાંતનું એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે બંને જોડિયા ભાઈઓ રહે છે. બંને જોડિયા ભાઈઓ હાલ ધોરણ ૧૨ સાયન્સમાં ભણતાં હતાં. બે દિવસ બાદ બંનેની પરીક્ષા હતી. જેના કારણે પોતાના ઘરે ગઈ કાલે સાંજે સ્ટડી રૂમમાં એક જ પંખે એક સાથે ગળેફાંસો ખાધો હતો. પરીક્ષાના ડરના કારણે ભાઈઓએ આપઘાત કર્યાનું પોલીસનું અનુમાન છે. બંને જોડિયા ભાઈઓના માતા-પિતા શિક્ષક શિક્ષિકા છે.
અત્રે નોંધનીય છે કે વડોદરામાં બે જોડિયા ભાઈઓએ ગળેફાંસો ખાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગળે ફાંસો ખાતા એક ભાઈનું મોત નીપજ્યું, બીજો ભાઈની હાલત ગંભીર હોવાનું જોણવા મળી રહ્યું છે.