વડોદરાના ગોત્રી અને ભાયલી વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં જ રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના વોર્ડ નંબર ૧૦માં ઉમેદવાર સામે લગાવવામાં આવેલા વિરોધના પોસ્ટરોએ ચર્ચાનો વિષય બનાવી દીધો છે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના માહોલ વચ્ચે ગોત્રી અને ભાયલી વિસ્તારમાં અજાણ્યા લોકો દ્વારા કેટલાક પોસ્ટર ગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં “ઉમેદવાર યોગ્ય નથી” જેવા સૂત્રો લખીને સીધો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પોસ્ટર વોર શરૂ થતાં જ વિસ્તારમાં રાજકીય તણાવ જાવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોમાં વિકાસ કાર્યોને લઈને અસંતોષ હોવાનું પણ સામે આવી રહ્યું છે. રસ્તા, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓને લઈને લોકોમાં નારાજગી હોવાનું કહેવાય છે, જે હવે પોસ્ટર દ્વારા જાહેર રીતે સામે આવી રહ્યું છે. પોસ્ટર વોર શરૂ થતાં જ રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. કેટલાક લોકો આને વિરોધ પક્ષની ચાલ ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો આને સ્થાનિક લોકોના અસંતોષનો અવાજ કહી રહ્યા છે. ચૂંટણી પહેલા જ આ પ્રકારની ઘટનાઓ રાજકીય તાપમાન વધારતી હોય છે. ગોત્રી-ભાયલી વિસ્તારમાં થયેલા પોસ્ટર વોરને કારણે હવે ચૂંટણી વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. આગામી દિવસોમાં આ મુદ્દે કયા રાજકીય વળાંકો આવે છે અને ચૂંટણી પર તેની શું અસર પડે છે તે જાવું મહત્વપૂર્ણ રહેશે.