વડોદરા શહેરના શિક્ષણ જગતને શરમસાર કરી દે તેવી ગંભીર ઘટના તરસાલી-વડદલા રોડ પર આવેલી એક જાણીતી ખાનગી શાળામાંથી સામે આવી છે. શાળાના શિક્ષક વિનોદ બારીયા દારૂના નશામાં ક્લાસરૂમમાં આવી વિદ્યાર્થીનીઓ સાથે અનુચિત વર્તન કરતો હોવાના આક્ષેપો સાથે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આખરે વાલીઓની ફરિયાદ બાદ કપૂરાઈ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.જાણકારોના જણાવ્યા અનુસાર, વિનોદ બારીયા ગત કેટલાક મહિનાઓથી નિયમિતપણે દારૂ પીને શાળાએ આવતો હતો. તે ધોરણ ૮ થી ૧૦ના વર્ગોમાં ભણાવતો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ નશાની હાલતમાં તે દ્વિઅર્થી અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતો હતો. છોકરીઓના ખભા, પીઠ કે હાથ પર અનુચિત રીતે હાથ ફેરવતો હતો. તેમજ કેટલીક વખત ક્લાસરૂમમાં જ દારૂની બાટલી રાખીને પીતો હોવાના પણ આક્ષેપો છે. એટલું જ નહીં પાઠ ભણાવવાના નામે વિદ્યાર્થીનીઓને નજીક બોલાવી તેમની સાથે શારીરિક અડપલાં પણ કરતો.આ બધું જાઈને વિદ્યાર્થીનીઓ ડરી-ડરીને ઘરે પરિવારજનોને જણાવ્યું. વાલીઓએ શરૂઆતમાં શાળા સંચાલકોને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં છેલ્લે ૪ ડિસેમ્બરે મોટી સંખ્યામાં વાલીઓ કપૂરાઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને લેખિત ફરિયાદ નોંધાવી.કપૂરાઈ પોલીસે તુરંત ગુનો નોંધી આરોપી શિક્ષક વિનોદ બારીયાની ધરપકડ કરી લીધી. તેની સામે નીચે મુજબની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.