રાજ્યમાં કોરોના કેસ સાથે સાથે આપઘાત અને હત્યાના બનાવ પણ સતત વધી રહ્યા છે. ત્યારે આવામાં વડોદરામાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના માંજલપુર વિસ્તારની કલ્યાણ બાગ સોસાયટીમાં હત્યાનો બનાવ છે. ખૂદ જમાઇએ જ સાસુની હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

સાસુ સવિતાબેન પટેલની તેમના જ ઘરમાં જમાઈએ હત્યા કરી નાંખી હતી. જમાઈ વિશાલ અમીન દ્વારા પોતાના જ સાસુની નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ હત્યારો જમાઈ પોલીસ સ્ટેશને હાજર થયો હતો. તેમજ

આભાર – નિહારીકા રવિયા  પોતે હત્યા કરી ગુનો આચાર્યો હોવાની કબૂલાત કરી હતી. હત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. ઘટના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે. પોલીસ દ્વારા પાડોશીઓના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

આ પહેલા પ્રેમલગ્ન બાદ દહેજ માટે સાસરિયાઓના અમાનુષી ત્રાસથી કંટાળી પરિણીતાએ પતિ તથા દિયર, સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓએ સાસરી તથા પિયર પક્ષમાં  છબી ખરડાવવાનો પ્રયાસ કરી માતા અને ભાઈને જાનથી મારી નાંખવાની ધમકીના આક્ષેપ પરણીતાએ કર્યા છે.

વડોદરામાં રહેતી યુવતીએ વર્ષ ૨૦૧૯ દરમિયાન બંને પરિવારોની સંમતિથી પટના ખાતે રહેતા તરુણકુમાર રણજીત સિંહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, કરિયાવરમાં ઘરવખરીનો ૧૦ લાખનો સામાન મળ્યો હતો. ત્યારબાદ સાસરિયાઓએ દહેજ પેટે જમીન ખરીદવા ૨૦ લાખ તથા  કાર ખરીદવા ૦૫ લાખની માંગણી કરી હતી. જેના પુરાવા રૂપે વીડિયો ક્લિપ છે. ત્યારબાદ સાસરિયાઓએ અલગ અલગ કારણોસર પિયરમાંથી નાણાં લાવવા દબાણ કર્યું હતું.

લગ્ન અગાઉ નોકરી કરવા માટેની બાંહેધરી આપી હતી પરંતુ લગ્ન બાદ નોકરીનું જણાવતા પતિ ઢોર મારમારી દિવાલમાં માથું પછાડી મોહિનીને બેભાન કરી દેતો હતો. પાડોશી સાથે વાત કરવા પર પણ પ્રતિબંધ હતો. પિતાનું અવસાન થતાં નોકરીના આવેલા રૂપિયામાંથી ૦૪ લાખ રૂપિયા લઈ આવવા ઢોર માર માર્યો હતો. સાસરિયાઓ યુવતીની છબી ખરડાવવાનો પ્રયાસ કરી તેના માતા તથા ભાઈને પણ ધાક ધમકી આપતા હતા.