વડોદરામાં તહેવાર ટાણે નાના મોટા છમકલાં થયા કરે છે. ત્યારે ગણેશ તહેવાર ટાણે શહેરના ગોત્રી વિસ્તારમાં ગણેશ મંડળે બબાલ કરી હતી. ગોકુલનગરના ચિંતામણી કિંગ મંડળના યુવાનોએ પોલીસની હાજરીમાં બબાલ કરતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
જેમાં અયોધ્યા કા રાજા ગણેશ યુવક મંડળના યુવાનો મંડપમાં ડેકોરેશન કરી રહ્યા હતા તે દરમિયાન અન્ય મંડળના યુવાનોએ બબાલ કરી હતી. આ ઘટનામાં પૂર્વ કોર્પોરેટર જશોદા સોનેરાના પૌત્ર મિહિર સોનેરા અને તેજશ સોનેરાએ ડીજેમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યા હતા. જેને લઇ બબાલ સર્જાઇ હતી.
ઉપરાંત ગણેશજીના પવિત્ર તહેવારમાં ગણેશ મંડળના લોકો સામે ટી-શર્ટ કાઢી અર્ધનગ્ન થઈ ડાંસ કરી મહિલાઓને અભદ્ર ઇશારા કર્યા હતા. તથા કુખ્યાત અક્ષિત રાજ, શ્લોક શાહ, ભરત મકવાણા, ગણેશ ચિત્તે સહિત ૮ આરોપીઓએ પોલીસની હાજરીમાં મારામારી કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે કામગીર આદરી હતી. જેમાં ગોત્રી પોલીસે સુનિલ કોલેકર, પૂનમ માળી સહિત ૮ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી હતી. મળતી માહિતી મુજબ ગોત્રી વિસ્તારમાં ગત વર્ષે પણ આરોપીઓએ મારામારી કરી હોવાનું જાણવા મળ્યુ હતુ.