ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ ખતરનાક ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. વડોદરામાં ઓમિક્રોનના નવા ૨ કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોનાના ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. ઝાંબીઆ ઈસ્ટ આફ્રિકાથી આવેલ દંપતીનો કોરોના ઓમીક્રોન સંક્રમિત છે.
વડોદરા તંત્ર પણ એકદમ સજ્જ થઇ ગયું છે.નોન હાઈરિસ્ક દેશોમાંથી ઓમિક્રોન પોઝિટિવનો પ્રથમ કેસ બહાર આવ્યું હોવાનું સામે આવ્યું છે. ૭ ડિસેમ્બરે દંપતી ઇસ્ટ આફ્રિકાના ઝામ્બિયા વડોદરાના ફતેહપુરા વિસ્તારમાં આવ્યું હતું. ૧૨ ડિસેમ્બરે બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ ઓમીક્રોન વેરીએન્ટની ઓળખ માટે પરિવારના ઇ્‌ઁઝ્રઇ રિપોર્ટના સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. આજે દંપત્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાતમાં કુલ ૭ જેટલા કેસ આ વેરિયન્ટના નોંધાઈ ચૂક્યા છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે રાજકોટ કોર્પોરેશનમાં ૧૨, વડોદરા કોર્પોરેશન ૧૨, અમદાવાદ કોર્પોરેશનમાં ૮, કચ્છ ૭, સુરત કોર્પોરેશનમાં ૫, જામનગર કોર્પોરેશનમાં ૩, નવસારી ૩, વડોદરા ૨, વલસાડ ૨, ભરૂચમાં ૧, ભાવનગર કોર્પોરેશનમાં ૧, જૂનાગઢ ૧, મહેસાણા ૧, પોરબંદર ૧, અને રાજકોટમાં ૧ કેસ નોંધાયો હતો.