વડોદરાના ગોત્રી વિસ્તારમાં આઠ વર્ષ પહેલા યુવક તીક્ષણ હથિયારથી જોન લેવા હુમલો કરી ઘાતકી હત્યા નિપજોવવાના બનાવમાં સંડોવાયેલા આઠ આરોપીને ન્યાયાધીશે આજીવન કેદની સજોનો આદેશ કર્યો છે. ૮ વર્ષ પહેલાની આ હત્યાના બનાવની ઘટનાના આઠ આરોપીઓને આજીવન કેદની સજો થતાં કોર્ટ પ્રાંગણમાં ચર્ચાઓ વિષય બન્યો છે.
આજથી ૮ વર્ષ પહેલા વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા લતેશ જોદવ અને મુકેશ ડોડીયા વચ્ચે નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં સમાધાન પણ થયું હતું.હતું. પરંતુ તા.૩૦ નવે. ૨૦૧૩ના લતેશ જોદવ અને તેના મિત્રો નાસ્તો કરવા માટે જઇ રહ્યાં હતા ત્યારે અગાઉના ઝઘડાની અદાવતથી રોષે ભરાયેલા આરોપી રાજને લતેશને બુમ પાડી બોલાવતાં લતેશ રસ્તો ઓળંગી સામે જતા, કેટલાક શખ્સો જેમાં સતિષ ઉર્ફે બોકલ ભીખાભાઇ પઢીયાર સહિતનાએ તલવાર, ખંજર અને લાકડાના દંડા વડે હુમલો કરતાં લતેશને ગંભીર ઇજોઓ થઇ હતી
સશ† મારામારીમાં લતેશને છોડાવવા માટે વચ્ચે પડેલા શૈલેષ અને સુનીલને પણ ઈજોગ્રસ્ત થયા હતા. મારામારીમાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં દાખલ કરાતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુનો દાખલ કરી આઠ આરોપીની ધરપકડ કરી હતી.
વડોદરામાં આઠ વર્ષ પહેલા ચકચારી બનેલા આ હત્યા કેસમાં આરોપી સતિષ ઉર્ફે બોકલ પઢીયાર સહિતના તમામ આઠ આરોપીને આજીવન કેદની સજોનો આદેશ કરાયો છે. ઉપરાંત,મૃતકના પરિવારને રૂપિયા ૫૦ હજોરનું વળતર ચુકાવા પણ આદેશ કરાયો છે.