વડોદરાનાં વારસિયા રોડ પર આવેલા નવજીવન પ્રસુતિ હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું મોત થતા પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. તેમજ પરિવાર દ્વારા ર્ડાક્ટરની નિષ્કાળજીનાં કારણે મોત નિપજ્યાનો આક્ષેપ લગાવ્યો હતો. તબીબે મહિલાનુ મોત થતા પહેલાથી જ હોસ્પિટલે પોલીસને બોલાવી હતી. ત્યારે મહિલાનાં પોસ્ટ મોર્ટમ બાદ મોતનું સાચુ કારણ ખબર પડશે.
આ બાબતે યુવતીનાં પરિવારજનો દ્વારા જણાવ્યું હતું કે, ૨૪ વર્ષની દીકરીને લઈને આવ્યા હતા. તેનાં પેટની અંદર બાળક ૧૦ મહિનાનું હતું. ૯ મહિના સુધી કોઈ પણ ર્ડાક્ટર હોય. જા નોર્મલ ડિલીવરી ન થાય તો સીઝર કરાવતા હોય છે. આ લોકોએ કોઈ તકેદારી ન રાખી. ર્ડાક્ટર ઉદવાનીને ત્યાં સતત ત્રણ દિવસ સુધી બતાવતા આવતા હતા. ત્યારે નોર્મલ છે તેમ કહેતા હતા. સવારે ૮ વાગ્યાથી આવ્યા હતા ત્યારે ૧૨ વાગ્યે એવો જવાબ આપે છે કે પાણી ઓછું હતું. એટલે મોત થયું, હાર્ટ એટેકથી મોત થયું તેવા અલગ અલગ જવાબ ર્ડાક્ટર ઉદવાની દ્વારા આપવામાં આવી રહ્યા છે. ત્યારે આવા ર્ડાક્ટરોનું મોં જાહેરમાં કાળુ કરવું જાઈએ.
આ બાબતે મહિલાનાં અન્ય પરિવારજન દ્વારા જણાવ્યું હતું કે, મહિલાને આ દસમો મહિનો અડધો થઈ ગયો છે. તે એમની નોર્મલ ડીલીવરી ન થતી હોય તો સીઝેરીયન કરવું જાઈએ. બેંકર હોસ્પિટલ અમારી બાજુમાં છે. પૈસા થાત તો અમારા થાત. પરંતું પહેલેથી કેસ બગડી ગયો હતો. તેમજ હજુ બહેનની ડીલીવરી થઈ નથી. જે બાદ ર્ડાક્ટર દ્વારા પહેલા પોલીસને બોલાવી લીધી હતી. તે બાદ અમને કહેલ કે આ બહેન હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમ કહ્યું હતું. મારા ભાઈની વહુ પાછી તો આવવાનાં નથી. પરંતું અમારે એટલો જ ન્યાય જાઈએ કે બીજા કોઈ વ્યક્તિએ જીવ ગુમાવવો ન પડે તે માટે આ હોસ્પિટલ સામે કાયદેસરનાં પગલા લેવા તેટલી અમારી માંગણી છે.