વડોદરાના ભાયલી ખાતે થોડા દિવસ અગાઉ યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. જોકે ઘટનાના આરોપીઓને પોલીસે ૩ દિવસમાં ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ઘટનાને લઇ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપી,બે પીઆઇ,બે પીએસઆઇ, ૪ અનુભવી રાઈટરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમ પર નજર કરવામાં આવે તો ડીવાયએસપી બી.એચ ચાવડા,એલસીબી પીઆઇ કૃણાલ પટેલ,એસઓજી પીઆઇ જે.એમ ચાવડા, એસપી રીડર,પીએસઆઇ વિરામ લાંબરીયા, પીએસઆઇ જે.યુ ગોહિલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ ટીમને તપાસમાં કોઇ ક્ષતિ ન રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા મોનિટરીંગ કરવામાં આવનાર છે.તથા ભાયલીમાં સગીરા પર ગેંગરેપનો મામલાને લઇ આરોપીઓને ઓળખ પરેડ માટે કોથી કચેરી લાવવામાં આવશે. જેમાં મામલતદાર સમક્ષ આરોપીઓને રજૂ કરવામાં આવશે. ત્યારે આ ઘટનામાં લોકો દ્વારા આ આરોપીઓને ફાંસીના માટડે લટકાવી દેવાની માંગ પણ કરવામાં આવી હતી.