આયુષ્યમાન આરોગ્ય મંદિર વડેરા ખાતે ફ્યુચર ફાઉન્ડેશનના સહયોગથી વડેરા અને રંગપુર ગામના વાડી વિસ્તારમાં રહેતી ૩૨ જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે વડેરા ગામના સરપંચ ભરતભાઈ હપાણી તરફથી ૧૦ કિલો દાળિયા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ માંગરોળીયા સહિત ડોક્ટરોની ટીમ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.