આયુષ્યમાન આરોગ્ય મંદિર વડેરા દ્વારા જનતા વિદ્યાલય વડેરા ખાતે RKSK (રેશનલ કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ) અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના વજન, ઊંચાઈ અને BMI (બોડી માસ ઇન્ડેક્સ) ની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, બાળકોને આરોગ્ય વિષયક વિસ્તૃત શિક્ષણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં વાહકજન્ય રોગો ફેલાવાના કારણો અને તેને અટકાવવાના ઉપાયો, ગપ્પી ફીશ ડેમોસ્ટ્રેશન તેમજ આહારમાં પૌષ્ટિક ખોરાક લેવાના ફાયદાઓ વિશે સમજાવવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે, તમામ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને પ્રોત્સાહન રૂપે દરેક બાળકને ગિફ્‌ટ પણ આપવામાં આવી હતી.