વડીયા શહેરની મધ્યમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાસ્ત્રીશ્રી આનંદસ્વરૂપદાસજી સ્વામી કથાનું રસપાન કરાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે તમામ પ્રકારની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ બંધ હતી ત્યારે હવે કોરોનાના કેસોમાં રાહત થતા સરકાર દ્વારા છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રીસ્વામી વક્તા આનંદસ્વરૂપદાસજી સ્વામી દ્વારા લોકોને ધાર્મિક
કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ સાથે વડીયા સ્વામિનારાયણ મંદિરના મહંત રામકૃષ્ણસ્વામી, કોઠારીસ્વામી, હરિકૃષ્ણસ્વામી, નિલકંઠસ્વામી સહિતના સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિતરહ્યા હતા.