વડીયામાંથી પોલીસે તીનપત્તીનો જુગાર રમતાં બે ઈસમોને ઝડપી પાડ્‌યા હતા. તેમની પાસેથી ૨૦૬૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ભાવેશભાઈ નકુભાઈ કાવઠીયા (ઉ.વ.૩૦) તથા અશોકભાઈ કાંતીભાઈ જખવાડીયા (ઉ.વ.૨૮) બંને સદ્‌ગુરુનગરમાં રાજેશભાઈ ઠાકોર (મચ્છીવાળા)ના રહેણાંક ઝુંપડા પાછળ જાહેરમાં હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂપિયા ૨૦૬૦ના મુદ્દામાલ સાથે
ઝડપાયા હતા. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એન. ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.