વડીયા ખાતે લોકસાહિત્યનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભજન, સંતવાણી, ગરબા, લોકગીત, રાસ, ગઝલ અને કવિતાઓ દ્વારા સૂર શબ્દ-સંગીતની રમઝટ બોલી હતી. લોક સાહિત્યના કાર્યક્રમને નિહાળવા માટે લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.