પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હિંદુઓ પર થયેલા હુમલાને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વખોડીને વિરોધ વ્યક્ત કરી આ હુમલામાં મૃત્યુ પામેલા સદ્‌ગતોના આત્માના કલ્યાણ તેમજ શાંતિ માટે
મહામૃત્યુંજય મંત્રના જાપ તેમજ પ્રાર્થના કરવામાં આવી હતી. સન્યાસ આશ્રમ વડીયાના મહંત ભારતી બાપુ દ્વારા શ્રી રામ ચરિત માનસના છંદનું પઠન કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રી હરેશભાઈ ભટ્ટ દ્વારા પરશુરામ દાદાનું મંત્રોચ્ચાર દ્વારા પૂજન અર્ચન તથા આરતી કરવામાં આવેલ હતી. આ તકે વડીયા સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ અશ્વિનભાઈ મહેતાએ સમાજને એક થઈ સંગઠન મજબૂત કરવાની હાકલ કરી હતી.