અમરેલી સહિત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી હાર્ટએટેકના પ્રમાણમાં ચોંકાવનારો વધારો થયો છે. વડીયા બસ સ્ટેશનના શૌચાલય નજીક એક પુરુષનું હાર્ટએટેકથી મોત થયું હતું.
આ અંગે વડીયા કૃષ્ણપરામાં રહેતા વિનુભાઈ ગોબરભાઈ ગળથીયા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, ૪૦ થી ૪૫ વર્ષના અજાણ્યા સાધુ ઇસમને વડીયા બસ સ્ટેશનના શૌચાલય પાસે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેને વડીયા સરકારી દવાખાને લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જો કોઈ આ અજાણ્યા વ્યક્તિને ઓળખતા હોય તો તેણે વડીયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. વડીયા પીએસઆઈ એ.એન. ગાગણાના મોબાઈલ નંબર ૮૧૨૮૭૬૪૨૩૭ /૯૯૦૪૪૮૧૩૦૭ અથવા વડીયા પોલીસ સ્ટેશન ૦૨૭૯૭ ૨૭૩૦૫૬ પર જાણ કરવા વિનંતી કરી છે. વડીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ બી.પી.ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલામાં જુના બસ સ્ટેશન પાસે રહેતા ભીખુભાઈ કામસભાઈ સૈયદ (ઉ.વ.૬૫)એ અગમ્ય કારાણોસર અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ પી જતાં સારવાર દરમિયાન મોત થયું હોવાનું રોશનબેન ભીખુભાઈ સૈયદ (ઉ.વ.૬૦)એ જાહેર કર્યુ હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ હમીરભાઈ એચ. કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.