આગામી તહેવારોને લઇ વડીયા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આવનાર દિવસોમાં પરશુરામ જયંતી અને રમઝાન ઇદના તહેવાર આવતા હોય, જેથી આ બંને તહેવાર હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભાઇચારાથી ઉજવે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં આગેવાનોએ શાંતિપૂર્વક તહેવારો ઉજવવાની ખાતરી આપી હતી.