વડીયા પોલીસ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ હત્ાં. જેમાં વડીયા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ, સ્ટાફ જોડાયા હતા. વડીયા ઇન્ચાર્જ પીઆઇ એ.એન. ગાંગણાના માર્ગદર્શન હેઠળ વડીયા પોલીસ ટીમ સાથે હોમગાર્ડ, જીઆરડી જવાનો દ્વારા વડીયાથી ગોવર્ધન પેટ્રોલ પંપ સહિતના મુખ્ય માર્ગો પર રન ફોર યુનિટી કાર્યક્રમ યોજ્યો હતો.
આ તકે વડીયા પોલીસ સ્ટાફ સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.









































