વડીયા પોલીસ દ્વારા આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખી શહેરના મુખ્ય રસ્તાઓ પર પગપાળા ચાલીને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ઇન્ચાર્જ પીઆઇ એ.એન. ગાંગણાએ સાથે રહી ફ્લેગ માર્ચ યોજી હતી. આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારોને ધ્યાનમાં રાખી વડીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એ.એન. ગાંગણાના માર્ગદર્શન હેઠળ સમગ્ર પોલીસ સ્ટાફને સાથે રાખી વડીયા શહેરમાં મુખ્ય બજારમાં ફ્લેગ માર્ચ યોજી હતી. પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર પગપાળા ચાલીને સમગ્ર શહેરનું પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.









































