અમરેલી જિલ્લાના વડીયા શહેરમાં પોલીસ દ્વારા મુખ્ય બજારમાં પગપાળા પેટ્રોલિંગ કરીને લોકોને ટ્રાફિકની સમસ્યાના નિવારણની સૂચનાઓ આપવામાં આવી હતી. વડીયામાં પી.એસ.આઈ. દવે અને તેમની સમગ્ર ટીમ દ્વારા પગપાળા મુખ્ય બજાર નીકળીને વાહન ચાલકો, વેપારીઓ અને લોકોને ટ્રાફિક સમસ્યા બાબતે કડક સૂચનાઓ આપી ટ્રાફિક સમસ્યા નિવારણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પગપાળા પેટ્રોલિંગ કરી લોકોને કાયદાનું પાલન કરવા અને કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તથા ગુનાહિત કૃત્ય કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. પોલીસે લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતું.