સોશિયલ મીડિયાનો ઉપયોગ બેધારી તલવાર જેવો છે. કેટલાક લોકો તેનો દુરુપયોગ કરે છે. આજનું યુવાધન પણ સોશિયલ મીડિયા પર વધારે સમય વીતાવે છે અને ક્યારેક ન કરવાનું કરી બેસે છે. વડીયા પંથકમાં રહેતી સગીરાને યુવકે લલચાવી ફોસલાવી શરીર સુખ માણ્યું હતું. આ દરમિયાન તેના ફોનમાં ગુપ્તાંગના ફોટા પાડી લીધા હતા. જે વાયરલ કરવાની ધમકી આપી તેનું ઓનલાઈન શોષણ પણ કર્યું હતું. તેમજ સગીરાને આ અંગે કોઈને જાણ કરીશ તો તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે સગીરાની માતાએ મોટી કુંકાવાવ ગામના રવીભાઈ રમેશભાઈ ડાબસરા (ઉ.વ.૨૩) તથા અમરાપુર ગામના રાજવીરભાઈ જયરાજભાઈ ગળચર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપી રવી ડાબસરા તેમની પુત્રી સગીર વયની છે તેવું જાણતો હોવા છતાં તેની પુત્રીને લલચાવી ફોસલાવી, શારીરિક અડપલા કર્યા હતા. તેમજ અનૈતિક કૃત્ય કરી તેના મોબાઇલ ફોનમાં ગૃપ્તાંગના અશ્લીલ ફોટાઓ પાડી લીધા હતા. તેમજ, જો આ બનાવ અંગે તું કોઇને જાણ કરીશ તો તારા અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરીશ અને તને તથા તારા ભાઇને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બે મહિના પહેલા આરોપી રાજવીર ગળચરે તેમની પુત્રીના રવી ડાબસરાએ પાડેલા ગૃપ્તાંગના અશ્લીલ ફોટાઓ વોટસએપમાં મોકલ્યા હતા. તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી આરોપીઓએ તેની પુત્રીનું ઓનલાઇન શોષણ કર્યું હતું. વડીયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એ.એન. ગાંગણા વધુ તપાસ કરી રહ્યા છે.










































